મુંબઈ: સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં ભાજપના પ્રમુખ અમિત શાહની મુક્તિના નીચલી કોર્ટના આદેશને ઉપલી કોર્ટમાં નહીં પડકારવાના સીબીઆઈના નિર્ણય સામે મુંબઈના વકીલોના સંગઠને ૧૯મીએ મુંબઈ હાઈ કોર્ટમાં જાહેર હિત અરજી કરી છે. ધ બોમ્બે લોયર્સ એસોસિયેશને શાહની મુક્તિના ૩૦ ડિસેમ્બર, ૨૦૧૪ના નીચલી અદાલતના આદેશને નહીં પડકારવાનો સીબીઆઈનો નિર્ણય ગેરકાયદે, એકતરફી અને બદઈરાદાભર્યો ગણાવ્યો છે. અમિત શાહને છોડી મૂકવાના સેશન્સ કોર્ટના આદેશને પડકારતાં રિવિઝન અરજી કરવા માટે સીબીઆઈને નિર્દેશ આપવા માટે પીઆઈએલમાં દાદ માગવામાં આવી છે.


