શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું ૯૪ વર્ષે નિધન

Thursday 18th March 2021 03:22 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સરકારમાં સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમલાબાનું ૧૦ માર્ચે બપોરે અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં દુખદ અવસાન થયું છે. ૯૪ વર્ષના કમળાબા મનુભા ચુડાસમા અને મૃત્યુના બે મહિના પહેલા સુધી મોતીકામ, ભરતકામ જેવી પ્રવૃત્તિ સાથે સક્રિય રહ્યા હતા.
તેમનું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. ગયા બુધવારે બપોરે વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ચુડાસમા વિપક્ષના આક્ષેપો, પ્રશ્નોના જવાબો તૈયાર કરી રહ્યા હતા ત્યારે તેમના માતાના અવસાનની જાણ થઈ હતી. સ્વ. કમળાબાની અવસાનના સમાચાર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ સહિતના પ્રધાનો - આગેવાનોએ ભૂપેન્દ્રસિંહના નિવાસસ્થાને જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ગાંધીનગર ખાતે સ્વર્ગસ્થ કમળાબા ચુડાસમાની અંતિમયાત્રામાં કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ સહિત અનેક મહાનુભાવો તથા આપ્તજનોએ જોડાઈને સ્વર્ગસ્થને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter