શેરબજાર ઓપરેટર્સ પાસેથી રૂ. ૫૦૦૦ કરોડની એન્ટ્રીઓ મળી

Wednesday 19th September 2018 06:19 EDT
 

અમદાવાદઃ શેરબજાર સાથે સંકળાયેલા બે ઓપરેટર્સ જિજ્ઞેશ શાહ અને સંજય શાહના ઘર તેમજ ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૧૮ બેંક ખાતા, અનેક ડિમેટ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા કુલ રૂ. ૫૦૦૦ કરોડની એન્ટ્રીઓ મળી આવી છે. બન્ને ઓપરેટરોના ડિમેટ ખાતા સહિત અન્યોની તપાસ કરાઈ છે. ઇન્કમટેક્સ વિભાગે બન્ને પેઢીઓમાં ઉપયોગમાં લેવાયેલા કમ્પ્યુટરની હાર્ડડિસ્ક કબજે લીધી છે. મુંબઈના કેટલાક ઓપરેટરોની લોંગ ટર્મ અને શોર્ટ ટર્મનું કામકાજ પણ આ પેઢીમાં થતું હોવાનું બહાર આવ્યું છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter