શ્રેષ્ઠત્તમ કામગીરી સાંસદ તરીકે પાટિલની પસંદગી

Tuesday 05th January 2021 10:42 EST
 

ગાંધીનગરઃ ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ એજન્સીએ ભારતના સાંસદોમાંથી શ્રેષ્ઠતમ કામગીરી કરતા ૨૫ સાંસદોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે કરેલા સંયુક્ત સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલની પસંદગી કરવામાં આવી છે. કચ્છના વિનોદ ચાવડાને વ્યવહાર કુશળતા શ્રેણીમાં શ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ભાજપની અખબારી યાદીમાં બીજી જાન્યુઆરીએ જણાવ્યા મુજબ, અલગ અલગ માપદંડોના આધારે પસંદ પામેલા દેશના ૨૫ શ્રેષ્ઠ સાંસદોમાંથી ૧૭ સાંસદો ભાજપના છે. આ પરિણામો સ્પષ્ટપણે સૂચવે છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં જનતા માટે કામ કરવામાં ભાજપના જનપ્રતિનિધિઓ આગળ છે. દેશમાં ભાજપના ૧૭ સાંસદોમાંથી ગુજરાતના બે સાંસદો મોખરે છે. વર્ષ ૨૦૦૯થી નવસારીના સાંસદ તરીકે પોતાની જવાબદારી નિભાવતા સી. આર. પાટિલ પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે, જનતાનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે, ડિજિટલ માધ્યમો અને ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા, પ્રજાલક્ષી કાર્યોમાં સકારાત્મક પરિણામો લાવવા અને પોતાના ક્ષેત્ર નવસારી લોકસભા વિસ્તારના નાગરિકોના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું આ અભ્યાસમાં જણાવાયું છે.
પાટિલની વિશિષ્ટ કાર્યપદ્ધતિના પરિણામ સ્વરૂપે ગત લોકસભા ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં સૌથી વધુ લીડથી તેમણે વિજય મેળવ્યો હોવાનું પણ અભ્યાસમાં જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter