સંક્ષિપ્ત સમાચાર

Friday 28th November 2014 10:23 EST
 

સાબરમતી શુદ્ધિકરણ પ્રોજેક્ટ મંજૂરઃ અમદાવાદ વચ્ચેથી વહેતી સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે ભારત સરકારે વધુ એક મોટી રાહત આપતાં બીજા તબક્કાની કામગીરી માટે રૂ. ૪૪૪.૪૪ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આમાંથી ૭૦ ટકા રકમ ભારત સરકાર ફાળવશે જ્યારે બાકી ૩૦ ટકા ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા સંયુક્ત ભોગવશે. અગાઉ ફેઝ-૧ના પ્રોજેક્ટ માટે ભારત સરકારે રૂ. ૯૦ કરોડ ફાળવ્યા હતા. બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થયે શહેરમાં આવતા સાબરમતી નદીના ભાગમાં અનટ્રીટેડ ગટરનું પાણી છોડવા પર પ્રતિબંધ મૂકાશે. એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ સુએઝ લાઈનમાં છોડવાનું રહેશે.

મામલતદાર દારૂ પીને હાઇ કોર્ટમાં ઝૂમ્યાઃ જમીન સંબંધિત એક કેસ સંદર્ભે ૨૭ નવેમ્બરે ગુજરાત હાઇ કોર્ટમાં હાજર રહેલા દાહોદના મામલતદાર એસ. એસ. પડવી દારૂના નશામાં ચૂર હોવાનું જણાતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. કોર્ટરૂમમાં મામલતદાર નશામાં ડોલતાં જણાતાં જસ્ટિસ આર. એમ. છાયાએ આ ઘટનાને ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને એક જાહેરસેવક તથા સરકારી અધિકારી હોવા છતાં દારૂ પીને કોર્ટમાં આવવા બદલ કડક શબ્દોમાં ટીકા કરીને તેમની સામે કાનૂની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter