• જનેરિક દવાઓ નહીં લખનાર સામે કાર્યવાહીઃ મેડિકલ કાઉન્સિલે તાજેતરમાં ચેતવણી આપી છે કે જો દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓના જનેરિક નામ નહીં લખનારા ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થશે. ૨૨મીએ એમસીઆઇએ આ નોટિસ બધી જ મેડિકલ કોલેજોના ડીન, હોસ્પિટલ્સના ડિરેક્ટર્સ મોકલી આપી છે.
• હાનિકર્તા વસ્તુઓમાં બીડીનો સમાવેશ કરોઃ દેશના ૧૦૮ કેન્સર હોસ્પિટલના નિષ્ણાતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જીએસટીમાં હાનિકારક ચીજવસ્તુઓની યાદીમાં બીડીને પણ સામેલ કરવા અપીલ કરી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં હાનિકારક ચીજવસ્તુઓ પર વધુ ટેક્સની જોગવાઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ધૂમ્રપાનના કારણે થતા સૌથી વધારે મોતનું કારણ બીડી હોય છે.

