સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Sunday 08th August 2021 06:30 EDT
 

ગુજરાતની કેટલીક ઘટનાઓ ઉડતી નજરે...

• ચોમાસા બાદ ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી થશેઃ કોરોના સંક્રમણને કારણે એપ્રિલમાં ચાલું પ્રક્રિયા દરમિયાન રદ કરવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ચોમાસા બાદ યોજવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે અન્ય ત્રણ નગરપાલિકા ઓખા, થરા અને ભાણવડની ચૂંટણી પણ ચોમાસા બાદ યોજવામા આવશે. હવે આ ચૂંટણી ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ બાદ અને દિવાળી પહેલાના સમયમાં યોજાય તેવી શક્યતા છે.
• જાણીતા કટાર લેખક ડો. ગુણવંતશાહને વાલ્મીકિ એવોર્ડઃ જાણીતા કટાર લેખક ડોક્ટર ગુણવંતશાહ વાલ્મીકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ પ્રથમ વખત આપવામાં આવી રહ્યો છે. જે વડોદરાના લેખક- સાહિત્યકારને ફાળે ગયો છે. જો કે નાદુરસ્ત તબિયતને કારણે આ એવોર્ડ ગ્રહણ કરવા માટે ડો. ગુણવંત શાહ મહુવા ખાતે જઇ શકશે નહીં તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓ બોલ્યા કે મને પુ.મોરારિબાપુનો ફોન આવ્યો હતો અને તેમણે મને જાણ કરી હતી કે આપની વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મેં તમને કહ્યું હતું કે આપના તરફથી મને જે પણ આપવામાં આવે તેનો હું પ્રસાદ સ્વીકાર કરું છું. સન્માન સહિત ૧ લાખ ૨૫ હજાર રૂપિયાની રાશી ધરાવતો આ એવોર્ડ ગુણવંત શાહને તેમના જીવનપર્યત સાહિત્યમાં પ્રદાન પ્રદાન બદલ આપવામાં આવી રહ્યો છે.
• ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યુંઃ સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. ઈતિહાસમાં પ્રથમવાર ધોરણ.૧૨ સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ૧૦૦ ટકા જાહેર કરાયું છે. ૧૦૦ ટકા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે ૧૩૦ માર્કસ સુધીનું ગ્રેસિંગ અપાયું છે. રાજ્યના ૬૯૧ વિદ્યાર્થી છ-૧ ગ્રેડમાં અને ૯,૪૫૫ વિદ્યાર્થીઓએ છ ગ્રેડમાં પ્રાપ્ત કર્યો છે. મહત્વનું છે કે, ૨,૩૮,૦૮૦ એટલે કે, ૬૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને C ગ્રેડ પ્રાપ્ત થયો છે.
• સરકારની સુપ્રીમમાં એફિડેવિટ પ્રમાણે ૧૧૦૧ હોસ્પિટલો ફાયર એનઓસી વગરનીઃ સુપ્રીમ કોર્ટની ફ્ટકાર બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે રાજ્યભરની ૧૫૦૦ હોસ્પિટલોને શો-કોઝ નોટિસો ફટકારી છે. જયારે ૩૦ હોસ્પિટલોના વોટર સપ્લાય કાપી નાંખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૮૫ હોસ્પિટલમાં ફાયર સેફટીના મુદ્દે કેટલીક ખામીઓ દેખાતા કેટલોક ભાગ સીલ કર્યો હતો જો કે, તમામ પ્રકિયા પુરી કરતા સીલ ખોલ્યા હતા. રાજ્યમાં ૧૧૦૧ હોસ્પિટલો પાસે
ફાયર એનઓસી જ ન હોવાનું સરકારે સુપ્રીમમાં કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter