રાજકોટઃ જનસંઘના નેતા અને વડા પ્રધાન મોદીના નજીકના સાથી હરિભાઈ આધુનિકનું ૮૮ વર્ષની વયે રાજકોટમાં ૧૦મીએ અવસાન થયું હતું. સ્વ. હરિભાઈ આધુનિકની અંતિમ વિધિ દ્વારકામાં કરાઈ હતી. વડા પ્રધાન મોદી જ્યારે દ્વારકા આવ્યા હતા ત્યારે તેમણે આ જૂના મિત્ર અને લાંબા સમય સુધી આરએસએસના પ્રચારક રહેલા હરિભાઈ આધુનિક સાથે મુલાકાત કરી હતી. હરિભાઈ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદી હતા ત્યારે પ્રોટોકોલ તોડીને પણ તેઓને અચૂક મળતા હતા. હરિભાઈ દ્વારકા દેવભૂમિ સમિતિમાં ૨૦ વર્ષથી સદસ્ય હતા.

