ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આ જાહેરાત થઈ હતી. ભાજપમાં પ્રદેશ સંગઠન મહામંત્રીની જગ્યા ઉપર હંમેશા આરએસએસના પ્રચારક નિયુક્ત થતાં હોય છે.
રત્નાકર મૂળે ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે. તેણેનવેમ્બર-૨૦૨૦ સુધી વડા પ્રધાનના સંસદીય ક્ષેત્રે વારાણસી તથા યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્ય બિસ્ટના વિધાનસભા ક્ષેત્ર ગોરખપુરની સંગઠન મહામંત્રી તરીકે કામગીરી સંભાળી હતી, ત્યારબાદ યુપીના સંગઠન મહામંત્રી બીમાર પડતાં
તેઓને એ સ્થાનની જવાબદારી સોંપાઈ હતી.


