વઢવાણ/સાયલા: મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે તાજેતરમાં વઢવાણમાં બે દિવસના રોકાણ દરમિયાન રાજકીય આગેવાનોની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ અને સાયલામાં તેઓ સ્થાનિક આગેવાનોને મળ્યા હતા. અહીં તેમણે વડા પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદી નહીં પણ ગુજરાતની મહેનત પ્રજાના કારણે થયો છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને અનામત નીતિથી ચેતીને ચાલવાની સલાહ પણ આપી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ બે દિવસના રોકાણ દરમિયાન તેમનાં પુત્રી અને વઢવાણ સ્ટેટના યુવરાણીની ઉત્તરક્રિયા પૂર્ણ કરી રાજકીય અગ્રણીઓ ઉપરાંત પાટીદાર આગેવાનોની મુલાકાત લીધી હતી.


