અમદાવાદઃ આનંદનગરની ઓફિસમાં મિત્રો સાથે દારૂના રંગમાં ચૂર નીરવ રાયચુરા તેના બે મિત્રો સંતોષ ચોસલા અને રાહુલ પુરબિયાની પોલીસે અટક કરીને રૂ. ૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નીરવ પાસેની ડાયરીમાંથી સટ્ટા - ક્રિપ્ટોકોઈનના રૂ. ૫૦ કરોડથી વધુના હિસાબો પણ મળ્યા છે. તે સિવાય નીરવના મોબાઈલ - લેપટોપમાં પણ કરોડોના સટ્ટા, ક્રિપ્ટો કોઈનની લેવડદેવડ થયાનું જણાયું છે. આ સિવાય નીરવને દારૂ પહોંચાડતા ચિરાગ જયસ્વાલની પણ પોલીસે અટક કરી છે. ઈડી અને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


