સતર્ક રહેજો, કોંગ્રેસ નવી ચાલ ચાલીને ગામે ગામે ગોઠવણ કરી રહી છેઃ મોદી

Thursday 13th October 2022 05:01 EDT
 
 

વલ્લભ વિદ્યાનગરઃ કોંગ્રેસવાળા કંઇ બોલતા નથી, પરંતુ ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. એમની જૂની ચાલાકીની અજમાઇશ કરી રહ્યા છે, જેથી ભમ્રમાં રહેતા નહીં. આમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની તાકીદ વલ્લભ વિદ્યાનગરમાં જન વિશ્વાસ સંમેલનમાં કરી હતી. આ સાથે જણાવ્યું હતું કે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. કોંગ્રેસ નવી ચાલથી, બેઠી તાકાતથી નીચે ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. બોલતાં નથી, પરંતુ ગામેગામ પહોંચવા સાથે ખાટલા બેઠકો કરે છે. કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો એક પણ મોકો છોડતી નથી. કોંગ્રેસની નવી રાજનીતિને બરાબર પારખીને આપણે રણનીતિમાં નવા પાસાઓ ઉમેરવાં પડશે. ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે બીજા દિવસે વલ્લભ વિદ્યાનગરમાં પક્ષના કાર્યકરોના જન વિશ્વાસ સંમેલનને સંબોધતા તેમણે આ વાત કરી હતી.
રવિવારથી શરૂ થયેલા ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ દિવસ મંગળવારે વડા પ્રધાને જામ કંડોરણામાં જંગી મેદનીને સંબોધી હતી તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. 408 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 850 બેડના મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરલનું લોકાર્પણ કર્યું હતું. રવિવારે વડા પ્રધાને મોઢેરાને સૌરઉર્જાથી ઝળહળતું દેશનું પહેલું ગામ જાહેર કર્યું હતું. તો બીજા દિવસે વડા પ્રધાને ભરૂચ જિલ્લાના આમોદમાં રૂપિયા 8200 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું અને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કર્યો હતી. તેમણે અમદાવાદમાં શ્રી મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજ ટ્રસ્ટ નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકલ’નું લોકાર્પણ કર્યું હતું. જ્યારે જામનગર ખાતે વડા પ્રધાને રોડ-શો યોજ્યો હતો. ભરૂચથી જામનગર સુધીના વિસ્તારને સમૃદ્ધ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જામનગરને રૂ. 1448 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં આ વિસ્તારને જાહોજલાલીની નવી ઊંચાઇ પર લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી. દરિયામાં ડોલ્ફિનનાં સંવર્ધન સાથે સાથે ઇકો-ટુરીઝમ થકી ગુજરાતમાં વિકાસની નવી મિસાલ કાયમ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
સરદારના પદચિહ્ન પર ચાલી કાશ્મીર સમસ્યા ઉકેલી
સરાદરની ભૂમિ વલ્લભ વિદ્યાનગરમાં જન વિશ્વાસ સંમેલનમાં મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશમાં એકીકરણનું કામ કર્યું હતું, પરંતુ એક બીજા ભાઇએ કાશ્મીર માથે લીધું હતું. સરદાર પટેલનાં પદચિહ્નો પર ચાલીને કાશ્મીર સમસ્યા ઉકેલીને સરદાર પટેલને સાચી શ્રદ્વાંજલિ આપી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સમગ્ર દુનિયામાં સરદારનું સન્માન ગૌરવ વધાર્યું છે. એમ કહીને કોંગ્રેસ પર સીધું નિસાન તાકતાં મોદીએ કહ્યું હતું કે ત્યાં કોંગ્રેસવાળા કોઇ વાર ગયા છે ખરા? કોંગ્રેસવાળાએ એકાદ વાર પૂછજો તો ખરા! સરદાર પટેલની વિદાયને કેટલા દાયકા થયા!
હવે તો ઉદારતા દાખવો! એવું કહીને મોદી કોંગ્રેસનો માટે એવી નુક્તેચીની કરી હતી કે જો ત્યાં માથું નમાવીશું તો ક્યાંક આપણું માથું કપાઇ જશે.
અર્બન નકસલોથી સાવધ રહેજો
સરદાર સરોવર ડેમ બનાવવાનું સરદાર પટેલનું સ્વપ્ન કેટલાંક અર્બન નકસલોને કચડી નાખ્યું હતું. પરિણામે 40 વર્ષ સુધી સરદાર સરોવર ડેમનું કામ અધૂરુ રહ્યું હતું. ભાજપની સરદારે ડેમનું કામ પૂર્ણ કરી સરદારનું સ્વપ્ન સાચા અર્થમાં સાકારા કરી બતાવ્યું હતું. વડા પ્રધાને વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્યું કે ગુજરાતને અપમાનિત કરવાનો એકપણ મોકો વિરોધી છોડતાં નથી. આવા ગુજરાત વિરોધી તત્ત્વોથી સંતર્ક રહી વિરોધીઓની સાજીશને નકામા કરવા કાર્યકરોએ કામે લાગી જવા હાકલ કરી હતી.
ડબલ એન્જીનની સરકાર
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આઠ વર્ષમાં ડબલ એન્જિનની સરકારે ખેડૂતો, પશુપાલનને મોટી તાકાત આપી છે. કિસાન ક્રેડિટનો લાભ હવે પશુપાલકોને પણ મળશે. છેલ્લા 20થી 22 વર્ષણાં વિકાસના પાટામાં જો હિસાબ કરીએ કે એન્જિન કોણ રહ્યું તો તે આપણું ગુજરાત છે. ગુજરાત આત્મનિર્ભર ભારત માટે મોટું કેન્દ્ર બનશે. 21મી સદીમાં ગુજરાતની ઓળખ આવનાર 5થી 7 દશક ગુજરાત અને દેશની નવી ઓળખ બનાવશે. આવનાર સમયમાં ગુજરાતની ઓળખ ફાર્મા હબ, સેમિ કંડક્ટર હબ, ઇલેક્ટ્રીક વાહનોનું મેન્યુફેચરિંગ તરીકે થશે. જેમ ભાઇકાકા એ વિદ્યાનગરનુ સ્વપ્ન જોયું હતું તેમ આર્થિક ક્ષેત્રે આપણે ગિફટ સિટીનું સ્વપ્ન જોયું છે તે ગુજરાત તેમજ ગુજરાતના યુવા ઘનને દુનિયાની અંદર એક તાકાત આપશે.
વિકાસપંથે ગુજરાતની હરણફાળ
ગુજરાતનો વિકાસ સાંભળી કેટલાક લોકોના મોતિયા મરી જાય છે. એવું કહીને નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે સૌથી મોટું સ્ટેચ્યું તો ગુજરાતમાં, સૌથી મોટું સીએનજી ટર્મિનલ ગુજરાતમાં, ટ્રેડિશનલ મેડિસીનનું મોટું હબ ગુજરાતમાં આજે દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં છે. દેશની પહેરી રક્ષા શક્તિ, ફોરેન્સિક સાન્યસ યુનિવર્સિટી ગુજરાતમાં છે.
ગોબર ધન યોજના આણંદથી શરૂ થઇ હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પહેલાં પશુ હોય તો તેના દૂધમાંથી આવક થતી હતી. પરંતુ હવે પશુઓના છાણ-મૂત્રની ખરીદી પણ કરવામાં આવી રહી છે. પશુ દૂધ ના આપતું હોય તો તેના છાણમાંથી પણ ખેડૂતોને આવક મેળવી આપતી ગોબર ધન પ્રોજેક્ટ બનાવીને દેશમાં એક મોડલ ઉભું કર્યું હતું. ગોબરમાંથી વીજળી પેદા થાય અને ડેરીમાં જ એ વીજળીનો ઉપયોગ થાય એટલે ડેરીને ખર્ચામંથી બચત, જેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. દેશમાં ગોબર ધનની યોજના એક નવી ક્રાંતિ સાથે આગળ વધી રહી છે. જેની શરૂઆત આણંદમાંથી થઇ હતી.
ભાજપ અને ગુજરાતઃ રાજકારણ નહીં દિલનો પ્રેમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત અને ભાજપના સંબંધો રાજકારણ નથી. આ તો દિલનો પ્રેમ છે. પોતીકાપણું છે. ગુજરાતની જનતાએ કમળને ખિલતું રાખ્યું છે. આજે નાનો બાળક પણ જાણે છે કે ગુજરાત ભાજપ એટલે સેવા, મહિલાઓની સુરક્ષા, ગુજરાત ભાજપ એટલે શાંતિ અને સલામતી,ગુજરાતમાં ભાજપ એટલે વેપાર-ધંધો કરવા ઉત્તમ વાતાવરણ, ગુજરાતમાં ભાજપ એટલે હુલ્લડોની મુક્તિ, ગુજરાત ભાજપ એટલે સમાજને તોડવા વાળી તાકતો અને જીવલેણ પ્રહાર કરવાની શક્તિ, ગુજરાતમાં ગરબા પણ થાય અને તાજીયા પણ નીકળે, ગુજરાત ભાજપ એટલે ‘સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter