સપ્ટેમ્બરથી અમદાવાદ - જોધપુર ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત

Wednesday 05th September 2018 06:57 EDT
 
 

અમદાવાદઃ જેટ એરવેઝે સપ્ટેમ્બર મહિનાથી અમદાવાદથી જોધપુર વચ્ચે સીધી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એ જ રીતે વડોદરાથી ઇન્દોર અને જયપુર માટે પણ સીધી ફ્લાઇટ શરૂ કરાશે. અમદાવાદથી જોધપુરની ફ્લાઇટ રવિવાર સિવાય સપ્તાહમાં ૬ દિવસ ઉડશે. આ ફ્લાઇટ અમદાવાદથી સવારે ૯.૪૫ વાગે ઉપડી ૧૧.૨૦ વાગે જોધપુર પહોંચશે. જ્યારે જોધપુરથી આ ફ્લાઇટ સાંજે ૫.૧૦ વાગે ઉપડી ૬.૪૦ વાગે અમદાવાદ પહોંચશે. આ નવી ફ્લાઇટનું ભાડું ૨૮૦૦થી ૩ હજાર સુધીનું રહેશે.
વડોદરા - ઇન્દોર ફ્લાઇટ રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે સંચાલિત થશે. આ ફ્લાઇટ વડોદરાથી બપોરે ૧૨.૫૦ વાગે ઉપડી ૧.૫૫ વાગે ઇન્દોર પહોંચશે. જ્યારે ઇન્દોરથી આ ફ્લાઇટ બપોરે ૨.૫૦ વાગે ઉપડી ૪.૦૫ વાગે વડોદરા પહોંચશે. વડોદરા-જયપુર ફ્લાઇટ દર રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે સંચાલિત થશે.
આ ફ્લાઇટ વડોદરાથી સાંજે ૪.૪૦ વાગે ઉપડી ૬.૪૦ વાગે જયપુર પહોંચશે. જ્યારે જયપુરથી આ ફ્લાઇટ સવારે ૧૦.૩૫ વાગે ઉપડી ૧૨.૫૫ વાગે વડોદરા પહોંચશે. આ નવી ફ્લાઇટ્સ શરૂ થતાં ટુરિઝમની સાથે વેપાર ધંધાને પ્રોત્સાહન મળશે. આ નવી ફ્લાઇટ શરૂ થવાની સાથે લોકોનો સમય બચશે તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter