ગાંધીનગરઃ અમિતાભ બચ્ચનના પ્રવાસી કેમ્પેઈન પછી ગુજરાતમાં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળે છે.
છેલ્લા ૧૦ વર્ષમાં બદલાયેલા પ્રવાસીઓના પ્રવાહને જોતા ગુજરાત સરકાર હવે ટ્રાવેલ એજન્ટને માન્યતા આપીને સર્ટીફિક્ટ આપશે. તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય દ્વારા આશરે ગુજરાતમાં બે હજારથી વધુ એજન્ટને સારો એવો ફાયદો થવાની શક્યતા છે.
નોંધનીય છે કે વિદેશથી આવતા પ્રવાસીઓે સરકારી માન્યતા પ્રાપ્ત એજન્ટો પર જ પ્રથમ પસંદગી ઉતારતા હોય છે.

