સરકારી રૂ. ૫,૪૩૬ કરોડ વપરાયા નહીં

Wednesday 04th May 2016 06:50 EDT
 

પ્રજાના કામો કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા પંચાયતોને નાણાં આપે છે, પણ યોજનાઓનો યોગ્ય અને સમયસર અમલ થતો જ નથી તેથી પ્રજા પરેશાન થાય છે. ગયા પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતોમાં વિવિધ યોજનાઓ માટે ફાળવાયેલા રૂ. ૫,૪૩૬ કરોડ વપરાયા વગર પડી રહ્યા હતા. સરકારે રોડ, પાણી, ખેતી, આરોગ્ય માટે આ નાણાં આપ્યા હતા, પણ તે કામો થઈ શક્યા ન હતા.
• LGમાં ચારને અંધાપા માટે સ્ટાફ જવાબદારઃ એલજી હોસ્પિટલ અંધાપાકાંડ તબીબી સ્ટાફની બેદરકારીનું પરિણામ હોવાનું તારણ અંતિમ તપાસ રિપોર્ટમાં નોંધાયું છે. ચાર દર્દીઓએ દૃષ્ટિ ગુમાવ્યાની ગંભીર ઘટના પછી મ્યુનિસિપલ કમિશનર ડી. થારાએ આ સમિતિના અહેવાલ મુજબ સાધનોને જંતુમુક્ત કરવા માટે વપરાતા પ્રવાહી ક્લોરહેક્સાઇડનમાં જ ઇન્ફેકશન હતું. જેને લીધે ચીટલફોરસેપ નામના સાધનમાં પણ ઇન્ફેકશન રહી ગયું હતું. આ સાધનનો ઉપયોગ સર્જરી દરમિયાન થતો હોય છે.
• ઝાંક ડ્રગ્સકાંડમાં પુનિત શ્રીંગીની ધરપકડઃ ઝાંક-વહેલાલ જીઆઇડીસી ખાતે પકડાયેલા એફેડ્રિન ડ્રગ્સ કેસમાં સોલાપુરના મુખ્ય સપ્લાયર પુનિત રમેશ શ્રીંગીની થાણે ક્રાઇમ બ્રાન્ચે ૨૭મી એપ્રિલે ધરપકડ કરી છે. અમદાવાદના ૨૭૦ કરોડ એફેડ્રિન ડ્રગ્સ કેસ ઉપરાંત મુંબઈ ખાતે પણ રૂ. બે હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પુનિત શ્રીંગી મુખ્ય સૂત્રધાર છે. પુનિતની પૂછપરછ દરમિયાન મુંબઈ ખાતે સપ્લાય થયેલા બે હજાર કરોડના ડ્રગ્સ સપ્લાય કેસમાં માજી વિધાનસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોર રાઠોડનું નામ પણ બહાર આવ્યું છે. બીજી તરફ ઝાંક-વહેલાલ જીઆઇડીસીના કેસમાં અમદાવાદ એટીએસ કિશોર રાઠોડ અને તેના ભાગીદાર જય ઉર્ફે જય મુખીને શોધી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter