અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે યોજાયેલી બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા સોમવારે ગાંધીનગર પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યાત્રાનું સ્વાગત કરીને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ એચ.એસ. પટેલ, સાંસદ નરહરિભાઈ અમીન, ધારાસભ્યો કૌશિકભાઈ વેકરિયા, જે.વી. કાકડિયા, જનકભાઈ તળાવિયા, રજનીભાઈ, ગાંધીનગરના મેયર મીરાબહેન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો, સહકારી અને સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.