સરદારધામ - કેળવણીધામ દ્વારા દીકરીઓને માત્ર રૂ. ૧માં તાલીમ, રહેવા, જમવાની સુવિધા

Wednesday 24th July 2019 06:56 EDT
 

અમદાવાદઃ સરદારધામ અને કેળવણીધામ ટ્રસ્ટે ‘દીકરી સ્વાવલંબી યોજના’ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા આપી કલેક્ટર, ડેપ્યુટરી કલેક્ટર, ડીવાયએસપી, મામલતાદાર સહિતની પોસ્ટ હાંસલ કરવા ઇચ્છતી પાટીદાર સમાજની તમામ દીકરીઓને વર્ષે માત્ર રૂ. ૧ની ટોકન ફીમાં એડમિશન મળે છે.
દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે ૨૦૧૬થી શરૂ કરવામાં આવેલા સિવિક સર્વિસ સેન્ટરમાં રહેવા તેમજ જમવાની પણ સગવડ કરવામાં આવી છે. હાલમાં ટ્રસ્ટના આ સેન્ટરમાં રહેવા તેમજ જમવાની પણ સગવડ કરાઈ છે. ટ્રસ્ટના આ સેન્ટરમાં ૧૦૪ દીકરી યુપીએસસી અને જીપીએસસીની તાલીમ લઈ રહી છે.
અમદાવાદમાં ત્રણ વર્ષથી ચાલતા કેળવણીધામ અને સરદારધામ સિવિક સેન્ટરમાં અત્યાર સુધી ૫૫૯૪ દીકરીઓ તાલીમ લઈ ચૂકી છે. ૧૯૦ દીકરીએ તો માત્ર રૂ. ૧ની ટોકનથી અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી છે. સંસ્થાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફાઉન્ડેશન ક્લાસ પણ શરૂ કર્યાં છે. દર શનિ-રવિ ચાલતા આ ક્લાસમાં ૬૨ દીકરી તાલીમ લઈ રહી છે.
પાટીદાર સમાજની કોઈ પણ દીકરી આ સંસ્થામાં એડમિશન મેળવી શકે છે. જોકે, આ માટે સંસ્થાએ નક્કી કરેલી એન્ટ્રન્સ એકઝામના ત્રણ લેવલ પાસ કરવા પડે છે. એ પચી જ એડમિશન આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter