સર્વગ્રાહી દૃષ્ટિકોણથી રજૂ કર્યું છે બજેટઃ સૌરભ પટેલ

Wednesday 24th February 2016 06:29 EST
 
 

ગાંધીનગરઃ વિધાનસભામાં નાણા પ્રધાન સૌરભ પટેલે ૨૩મી ફેબ્રુઆરીએ વર્ષ ૨૦૧૬-૧૭નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણા પ્રધાન બન્યા પછી આ તેમનું ત્રીજું અંદાજપત્ર છે. રાજ્ય સરકારની કરની રૂ. ૭૦૦૦ કરોડ જેટલી આવક ઘટી હોવાથી આ વખતે સર્વગ્રાહી દૃષ્ટિકોણથી બજેટ રાજ્ય સરકારે રજૂ કર્યાનું તેમણે જણાવ્યું હતું. ગત વર્ષની તુલનામાં આ બજેટ સારું હોવાનું મનાઇ રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટ વખોડવામાં આવ્યું છે. ૨૦૧૬-૧૭ વર્ષ માટે વાર્ષિક યોજનાનું કદ રૂ. ૮૫૫૫૭.૫૮ કરોડ છે જે પાછલા વર્ષની તુલનામાં રૂ. ૬૨૬૨.૧૭ કરોડનો વધારો દર્શાવે છે.
નિરાશાજનક બજેટ : કોંગ્રેસ
બજેટ રજૂ થયા બાદ કોંગ્રેસે તેને લોકો માટે નિરાશાજનક ગણાવ્યું હતું અને બજેટમાં જનતાને ઉલ્લુ બનાવાઈ છે તેવો આક્ષેપ થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, વેપારીઓ વર્ષોથી માગે છે તે ગુજરાતમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ બજેટમાં આપ્યો નથી. કલ્પસરના નામે પણ ઓછી ફાળવણી થઈ છે. આ બજેટમાં ગૃહિણીને ઘરનું ઘર આપવાની વાત હતી, પરંતુ ૫૦,૦૦૦ શહેરમાં રૂ. ૧૧૦૦ કરોડની ફાળવણી કરીને સરકારે મજાક ઉડાડી છે.
નર્મદા યોજના માટે માત્ર રૂ. ૯૦૫૦ કરોડની જોગવાઈ છે. જે યોજનાને ઝડપથી પૂરી કરવા માટે પૂરતી નથી. બજેટમાં કચ્છને પાણી આપવાની કોઈ જોગવાઈ નથી. તેમજ રાજ્ય સરકારે ૩૧ કોલજ સ્થાપિત કરવાની વાત કરી છે, પરંતુ તેની માટે જોગવાઈ માત્ર રૂ. ૨ કરોડ છે. જેમાં એક શાળા પણ બનાવી શકાય નહીં. મહિલાઓ માટે માત્ર રૂ. ૩૦ લાખની જોગવાઈ છે. બજેટમાં આદિવાસી સમાજની અવગણના થઈ છે. વન સંજીવની યોજના માટે રૂ. ૧ કરોડની ફાળવણી એ મજાક છે.
વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ બજેટ વિશે કહ્યું હતું કે, રાજ્ય સરકારે મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારનારું બજેટ આપ્યું છે. આ બજેટમાં જે રીતે વાહનો પર વેરા વધારાયા છે. તેનાથી ભ્રષ્ટાચાર વધશે.

બજેટમાં મહત્ત્વના મુદ્દા 

• માનવ સૂચકાંકને રૂ. ૧,૧૬,૩૬૫,૯૮ કરોડનો અંદાજ • કૃષિ માટે રૂ. ૫૯૪૦.૦૮ કરોડની ફાળવણી • સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે રૂ. ૧૪૯ કરોડ 
• નર્મદા યોજના માટે રૂ. ૯૦૫૦ કરોડ • કૃષિ સરકાર માટે રૂ. ૫૭૯૨ કરોડ • યુવા સ્વાવલંબન માટે રૂ. ૧૦૦૦ કરોડ • ૨૦૧૬-૧૭ યુવા વર્ષ તરીકે જાહેર • શિક્ષણ માટે રૂ. ૨૩૮૧૫ કરોડ • જળસંપત્તિ અને કલ્પસર માટે રૂ. ૫૨૪૪ કરોડ • સામાજિક સેવા માટે રૂ. ૪૦૨૫૫ કરોડ • ઉદ્યોગ અને ખનિજ વિકાસ માટે રૂ. ૨૯૫૫. ૨૬ કરોડ • સંદેશવ્યવહાર માટે રૂ. ૯૯૭.૩૫ • મહિલા અને બાળ વિકાસ વિકાસ રૂ. ૨૬૧૫ કરોડ • રમત ગમત રૂ. ૫૭૦ કરોડ • સામાન્ય સેવા માટે રૂ. ૧૦૯.૫૨ કરોડ • દોઢ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે રૂ. ૭૬૫ કરોડ • ૫ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પડાશે. • માર્ગ અને મકાન માટે રૂ. ૮૪૦૨ કરોડ • આરોગ્ય અને પરિવાર કલ્યાણ રૂ. ૮૨૧૨ કરોડ • એક લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા મળશે • ધોલેરા સર માટે રૂ. ૧૮૦૬ કરોડ • પ્રવાસન માટે રૂ. ૮૩૪ કરોડ • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. ૧૦૬૬ કરોડ • ૬ ફ્લાયઓવર બનાવવા માટે રૂ. ૫૧૫ કરોડ • વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ માટે રૂ. ૭૦ કરોડ • શ્રમ અને રોજગાર માટે રૂ. ૧૫૧૬ કરોડ • પર્સન્ટાઈલની મર્યાદા ૯૦થી ઘટાડી ૮૦ ટકા કરાઈ • કપાસ, કઠોળ અને મસાલા માટે નવી ટેસ્ટીંગ લેબ • રાજકોટ જિલ્લામાં પોલિટેકનિક કોલેજ • રાજકોટ જિલ્લામાં પશુપાલન પોલિટેકનિક કોલેજ • કૃષિ યુનિ.માં સંશોધન માટે રૂ. ૧૫૧૬ કરોડ • પશુપાલકોને ૩ વર્ષ માટે પાંચ ટકાના દરે ધિરાણ ઉપલબ્ધ કરાવાશે • સોલા સિવિલમાં અદ્યતન કેથ લેબ સ્થપાશે • વડોદરા સુરતની મેડિકલ કોલેજમાં ૧૭૦ બેઠક વધારવા આયોજન • ઊર્જા પેટ્રો કેમિ. માટે રૂ. ૭૭૯૪ કરોડ • આદિવાસી વિસ્તારના વિકાસ માટે રૂ. ૧૦૦ કરોડ • જળસંગ્રહ વધારવા ૪૭૦ ચેક ડેમ બંધાશે • ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફત દવા મળશે • ખેતીને પાણી પૂરું પાડવા માટે ૧૨૫૦૦ કિ.મી.ની ભૂગર્ભ પાઈપલાઈન નંખાશે • ૧૦૮ સેવા માટે ૧૦૦ વધુ એમ્બ્યુલન્સની ખરીદી કરાશે • આગામી બે વર્ષમાં ૩૧ નવી કોલેજો શરૂ કરાશે • વિજ્ઞાન પ્રવાહની ૪૧ શાળાઓ શરૂ કરાશે. • ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો બિઝનેસ પોલિસી માટે રૂ. ૨૫ કરોડ • આરોગ્ય ક્ષેત્રે ૭૮૦૦ નવી ભરતી 
• વાર્ષિક રૂ. ૬ લાખની આવક ધરાવતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિનો લાભ • દૂધ સંજીવની યોજના માટે રૂ. ૩૧૧ કરોડ • મિશનલ બલમ સુખમ માટે રૂ. ૧૦૭૫ કરોડ • મહાનગરોમાં મલ્ટી લેવલ પાર્કિંગ માટે રૂ. ૨૦ કરોડ • સમાજ સુરક્ષા માટે રૂ. ૬૨૩ કરોડ • પ્રવાસન માટે રૂ. ૮૩૪ કરોડ • સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ • ખેડૂતોને ખરીફ પાક માટે ૧ ટકાના દરે ધિરાણ • ટપક સિંચાઈ પદ્ધતિ માટે રૂ. ૭૬૫ કરોડ • રસ્તા અને સડક માટે રૂ. ૧૧૬૮ કરોડ • કિસાન પથ યોજના માટે રૂ. ૫૫ કરોડ • સ્માર્ટ વિલેજ માટે રૂ. ૧૮૫ કરોડ  • મેટ્રોસિટી માટે રૂ. ૭૨૨ કરોડ ૨૦૮૧ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ • ખેડૂતોનો વીજ સબસિડી માટે રૂ. ૪૦૧૦ કરોડ • ખેડૂતોના લાભ માટે રૂ. ૩૭૫ કરોડની જોગવાઈ એપેરલ પાર્ક માટે રૂ. ૫૦ કરોડ • ઈઝ ઓફ ડુઈંગના માળખા માટે રૂ. ૧.૫ કરોડ • ગરીબ પરિવારને મફળ વીજળી પૂરી પાડવા રૂ. ૨૯ કરોડ • ટેકસ્ટાઈલ ઉદ્યોગ માટે રૂ. ૫૦૦ કરોડ • જીઆઈડીસી ઔદ્યોગિક પાર્ક માટે રૂ. ૨૦૦ કરોડ • સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ અમલી બનાવવા રૂ. ૨૨ કરોડ • હાલોલ ભરૂચમાં મહિલા ઔદ્યોગિક પાર્ક શરૂ કરાશે • કુટિર ગ્રામોદ્યોગ માટે રૂ. ૩૩૦ કરોડ • મહિલા બાળ વિકાસ માટે રૂ. ૨૬૧૫ કરોડ • ૨૦ રેલવે સ્ટેશનો પીપીપી ધોરણે વિક્સાવાશે • પકવાન - નરોડા પાસે ફ્લાયઓવર • ઈકો ટુરિઝમ, હેરિટેજ, મેડિકલ ટુરિઝમ માટે રૂ. ૨૪૪ કરોડની ફાળવણી • વિમાની સેવાઓને આકર્ષવા માટે રૂ. ૧૧.૨૫ કરોડની જોગવાઈ • મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેળ રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter