ભુજઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનોએ કલ્યાણમૂર્તિ ગાયને દીકરી ગણી તેના કલ્યાણ માટે સમુદાય પાસેથી મોસાળું લઇ કેરા ગૌશાળા ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું. ભાગવત કથામાં ૫૮ લાખ, ભુજ મંદિર માટે ૨૨ લાખ ફંડ થયું હતું. તો ૧૨ ગાયો સાથે સામૂહિક દૂધ ઉત્પાદન આરંભાયું હતું.
કેરા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, કેરા મંદિરના ત્યાગી બહેનોની પ્રેરણાથી ગૌલાભાર્થે ગૌશાળા ટ્રસ્ટ આયોજિત શિક્ષાપત્રી ભાષ્ય અને ભાગવત દશમ સ્કંધ જ્ઞાનયજ્ઞમાં હેતુને સાર્થક કરતાં ગૌપ્રેમી હરિભકતોએ ૫૮ લાખ રૂપિયા દાન આપ્યા હતા.
તે સાથે કેરા ગૌશાળા ટ્રસ્ટ પાસે કુલ રૂ. ૧ કરોડ છ લાખનું અનામ ફંડ છે તેવી જાહેરાત કરાઇ હતી. દેશી ઓલાદની ૧૬ દુધાળી ગાયો પાળી ગામ માટે તાજું- શુદ્ધ દૂધ વિતરણ શરૂ કરાયું હતું. જાહેર કરાયેલા દાન પૈકી રવજીભાઇ ગોવિંદ વરસાણી ૯ (મોશી)એ રૂ. ૨૨ લાખ રૂપિયા રાધાકૃષ્ણ સાર્ધશતાબ્દી અને ઘનશ્યામ મહારાજ હિરક મહોત્સવમાં અને રૂ. ૧૫ લાખ કેરા ગૌશાળા ટ્રસ્ટને જાહેર કરી કુલ રૂ. ૩૭ લાખનું દાન આપ્યું હતું.

