વડોદરા: દિલ્હીની કોર્ટે રૂ. ૮૧૦૦ના મની લોન્ડરિંગ કેસમાં ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના બે ડિરેક્ટર્સનું અલ્બાનિયામાંથી પ્રત્યાર્પણ કરવા ઇડીએ કરેલી અરજીને ૧૯મીએ મંજૂરી આપી દીધી. એ પછી હિતેશ નરેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરાઈ હતી. તાજેતરમાં આલ્બાનિયાથી પકડાયેલો હિતેશ પટેલ આ કેસના મુખ્ય સૂત્રધાર ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરાનો સાળો છે તેને પણ કૌભાંડી સાંડેસરા બંધુઓએ વિવિધ કંપનીમાં ડિરેક્ટર બનાવી દીધો હતો અને તેણે પણ બેંકોમાંથી લોન લેવામાં કોઈ કસર છોડી ન હતી.

