સાંસદ ડો. કિરીટ સોલંકીને ડો. બી. સી. રોય એવોર્ડ

Wednesday 29th August 2018 07:48 EDT
 
 

અમદાવાદઃ અમદાવા શહેરના પશ્ચિમ વિસ્તારની લોકસભાના સાંસદ ડો. કિરીટ સોલંકીને મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડ ‘ડો. બી. સી. રોય એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ડો. કિરીટ સોલંકીને વર્ષ ૨૦૧૭ માટે ડો. બી. સી. રોય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને સોશિયો મેડિકલ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન કેટેગરીમાં આ એવોર્ડ અનાયત થયો છે.
ડો. કિરીટ સોલંકી છેલ્લા બે ટર્મથી અમદાવાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્રના સાંસદ હોવા સાથે ગુજરાતના અગ્રગી મેડિકલ સર્જન પણ છે. તેમણે લગભગ છેલ્લા ૩૮ વર્ષથી મેડિકલ કોલેજમાં સર્જરી વિષયના અધ્યાપક તરીકે સેવાઓ પણ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter