સાંસદ શક્તિસિંહે બિહાર કોંગ્રેસ પ્રભારીની જવાબદારીમાંથી મુક્તિ માગી

Tuesday 05th January 2021 10:40 EST
 

અમદાવાદઃ ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાને બિહારના ઈન્ચાર્જ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને વિનંતી કરી હતી. શક્તિસિંહે આ માટે વ્યક્તિગત કારણ દર્શાવીને કહ્યું કે, થોડા મહિનાઓ માટે તેમને હળવી જવાબદારી સોંપાય. શક્તિસિંહે સોમવારે મોડી સાંજે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. થોડાક સમય પહેલા શક્તિસિંહ કોરોનાગ્રસ્ત થયા હતા. સાજા થયા બાદ તબિયત નાદુરસ્ત હતી અને તબીબોએ આરામની સલાહ આપી હતી. એ વખતે થોડા સમય માટે કાર્યકરો સાથે મુલાકાત નહીં કરે તેમ તેમણે જણાવ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter