ગાંધીનગર: તાતા નેનોએ છેલ્લાં બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન કર્યું તેવા વિધાનસભામાં તાજેતરમાં પુછાયેલા પ્રશ્નમાં એવી વિગત બહાર આવી છે કે, વર્ષ ૨૦૧૮માં ૫૧૬ નેનો કાર અને વર્ષ ૨૦૧૯માં ૩૦૧ નેનો કાર મળીને કુલ ૮૧૭ કારનું ઉત્પાદન થયું હતું. તાતા નેનો કારનું ઉત્પાદન કરાતું નથી કે ન્યુનત્તમ ઉત્પાદન કરાય છે તેવા પુછાયેલા પ્રશ્નમાં સરકારે આ જણાવ્યું હતું કે, કારનું ઉત્પાદન કરાતું ન હોવાની બાબતથી સરકાર વાકેફ નથી. તાતાને રાજ્ય સરકારે જે રાહત આપી છે તે પૈકી કેટલી રાહત પરત લેવામાં આવી તેવા પ્રશ્નના જવાબમાં પણ સરકારે જણાવ્યું હતું કે, લોન ૨૦ વર્ષ જેટલા ગાળાની સમય મર્યાદા પછી પરત લેવાની શરતે આપી હોવાથી હાલના તબક્કે રકમ પરત લેવાનો પ્રશ્ન નથી.