અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ૧૧મી સપ્ટેમ્બરે સંગઠન સહિતની બાબતોને ધ્યાને લઈને કોંગ્રેસ પ્રેસિડેન્ટને મદદરૂપ થઈ શકે તે માટેની વિશેષ કમિટીની રચના કરી છે. જેમાં છ સભ્યોની નિમણૂક કરાઈ છે. વિશેષ કમિટીમાં ગુજરાતમાંથી સાંસદ એહમદ પટેલનો સમાવેશ થાય છે જ્યારે એઆઈસીસીની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીમાં ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની તાત્કાલિક અસરથી નિમણૂક કરાઈ છે.
આ ઓથોરિટીમાં અન્ય ચાર સભ્યોની પણ નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત પ્રભારીઓની પણ યાદી બહાર પડાઈ છે. જેમાં ગુજરાતનાં પ્રદેશ પ્રભારી તરીકે રાજીવ સાતવને યથાવત રખાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને કારણે પ્રદેશ પ્રભારી રાજુ સાતવની વિદાય નક્કી છે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, અંતે પ્રભારી તરીકે સાતવને વધુ એક ચાન્સ મળ્યો છે.