સાવરકુંડલા: માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણીને કોંગ્રેસે થોડા દિવસ પહેલા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ૧૮મીએ અમૃતવેલ ગામે થાળના નામે કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા કાર્યકરો અને આગેવાનોએ દીપક માલાણીના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. દીપકભાઈ માલાણી અહીં જૂની પેઢીના કોંગ્રેસી આગેવાન છે અને ભૂતકાળમાં સાવરકુંડલા સીટ પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે તાજેતરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે બાંયો ચડાવી તેમના રાજીનામાની માગણી કરી હતી. જેને પગલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

