સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાને એનટીઆર એવોર્ડ

Wednesday 05th December 2018 06:32 EST
 
 

વિજયવાડાઃ ભારત તેમજ જુદા જુદા ૧૬ દેશોના કવિઓનો સ્વભાષામાં કાવ્યપઠનનો એક કાર્યક્રમ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ૧૦મી અને ૧૧ નવેમ્બરના રોજ યોજાઈ ગયો હતો. કલ્ચર સેન્ટર ઓફ વિજયવાડા એન્ડ અમરાવતી (સીસીવીએ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ દેશોના કવિઓએ ભાગ લીધો હતો અને દળદાર કાવ્યસંચય લોકાર્પિત થયો હતો. તેમાં ૧૦૭ ભાષાની ૧૧૧૧ કવિતાઓ પ્રસ્તુત કરાઈ. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સાંસ્કૃતિક સંગઠનોના આગેવાનોએ ઉપસ્થિત રહીને સાહિત્યકારોને શુભેચ્છા પાઠવી હતી. ૭૬ દેશોના ૬૩૦ કવિઓની રચનામાં ગુજરાતી કવિતાઓ પણ પ્રકાશિત થઈ છે.
આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ‘ગુજરાત સમાચારના માનદ તંત્રી’ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું વિશેષ અતિથિ તરીકે સન્માન કરાયું હતું. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. એન ટી. રામારાવની સ્મૃતિમાં સ્થાપિત સંસ્થા ‘નેશનલ એનટીઆર મેમોરિયલ એચિવર’ દ્વારા વર્ષ ૨૦૧૮નો વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ પણ વિષ્ણુ પંડ્યાને એનાયત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter