અમદાવાદઃ રાજ્યના જાણીતા સાહિત્યકાર અને પરિવારના વયોવૃદ્ધ લેખક મોહમ્મદ માંકડને તેમની ૭૦ વર્ષની લાંબી સાહિત્ય યાત્રા માટે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના વર્ષ ૨૦૧૮ માટે ગૌરવ પુરસ્કારથી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મોહમ્મદભાઈ માંકડનો જન્મ ૧૩મી ફેબ્રુઆરી, ૧૯૨૮માં પાળિયાદ ગામમાં થયો હતો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે તેમની પ્રથમ વાર્તા ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રગટ થઈ હતી. ૧૯૭૦થી તેમની હપ્તાવાર નવલકથા દ્વારા તેઓ સંદેશ સાથે જોડાયા હતા. એ પછી ૧૯૭૫થી તેની લોકપ્રિય કોલમ કેલિડોસ્કોપથી જોડાયેલા છે. હાલ તેઓ ૯૧ વર્ષના છે. હજી પણ તેમનું લેખન કાર્ય ચાલુ છે.

