આણંદઃ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ઓસ્ટ્રેલિયામાં વિચરણ બાદ સત્સંગ પ્રવૃત્તિ સતત વધતી રહી છે. તાજેતરમાં પરમચિંતન સ્વામીએ ઘરે-ઘરે વિચરણ કરીને સ્વામીબાપાનો સંદેશો સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં ફેલાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દીપાવલિ નિમિત્તે ઠાકોરજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં વચનામૃતના આકારની ૩૬૦ કિ.ગ્રા.ની વિશિષ્ટ કેક ૩૦ સંતો અને કાર્યકરોએ ૧૯૫૦ માનવ કલાકના અથાગ પરિશ્રમથી તૈયાર કરી હતી. સિડનીના હજારો હરિભક્તોએ દિવાળી નિમિત્તે આ કેકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પરમચિંતન સ્વામીએ સાંકરીમાં પર્વ સુધી કોઠારી સ્વામી તરીકે સેવા કરી નૂતન સાંકરી પરિસરની રચના કરી હતી. ત્યાર બાદ તેમની ઓસ્ટ્રેલિયામાં બદલી થઈ હતી. કેક એટલી ચિવટથી બનાવાઈ કે વચનામૃતના પાના નં. ૫૪ પર જે વાક્યો લખ્યા છે કે કેક પર પણ લખેલા હતા અને સરળતાથી વાંચી શકાતા હતા. કેક ૧.૫ મીટર લાંબી અને ૧.૨ મીટર પહોળી અને ૦.૮ મીટર ઊંચી હતી.


