સિનિયર સિટિઝનનું પેન્શન સીધું બેન્ક એકાઉન્ટમાં જમા થશે

Thursday 10th March 2016 03:52 EST
 

અમદાવાદઃ કેન્દ્ર સરકારની ગાંધી ઓલ્ડ એજ પેન્શન યોજના અને ગુજરાત સરકારની વયવંદના યોજનામાં સિનિયર સિટિઝનને મળતી પેન્શનની રકમ મની ઓર્ડરથી ચૂકવવામાં આવતી હતી. આ પેન્શનના પૈસા હવે સીધા લાભાર્થીના બેન્કના ખાતામાં જમા થશે. ગુજરાત રાજ્યમાં સવા લાખ સિનિયર સિટિઝન આ સહાયનો લાભ મેળવે છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૪૫ હજાર સિનિયર સિટિઝનને આ સહાયનો લાભ મળે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કે વયવંદના યોજનાની રકમ બેન્ક ખાતામાં જમા થશે. જો આ યોજના સફળ થશે તો સરકાર તરફથી મળતી વિધવા સહાય, વિકલાંગ સહાય, પાલક માતા-પિતા યોજના વગેરે જેવી યોજનાની સહાય પણ લાભાર્થીના બેન્ક ખાતામાં જ જમા થશે. સરકાર તરફથી મળતી સહાય યોજનામાં થતી ગેરરીતિ અટકાવવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter