સિરામિક ફેક્ટરીમાં ૧૦ સાયલા ધસી પડતાં ૩નાં દટાઈને મોત

Monday 15th February 2021 15:12 EST
 

મોરબી: જેતપર રોડ પર જશનભાઇ અને ભાવિનભાઇ પટેલની માલિકીનું ગ્રીસ સિરામિક યુનિટ આવેલું છે. આ યુનિટની કમ્પાઉન્ડ વોલ નજીક ચાર ચારની હરોળમાં માટીના સાયલા બનાવવામાં આવ્યા હતા. ૧૧મી ફેબ્રુઆરીએ બપોરના સમયે અચાનક જ દીવાલ પાસે બ્લાસ્ટ થયો અને ધડાકાભેર એક પછી એક સાયલા ધસી પડવા લાગ્યા હતા. ક્ષણવારમાં તો અહીં માટીના ગંજ ખડકાઇ ગયા હતા. સિરામિક યુનિટના એક પાર્ટનર સંજય સાણંદિયા, અરવિંદ ગામી અને સોરલબહેન આ મલબામાં દટાઇ ગયાં હતાં
જ્યારે નવીનભાઇ પટેલ અને કવિતા ગણાવાને ઇજાને પગલે સારવાર માટે ખસેડાયાં હતાં. બપોરે ચાર કલાકે બનેલી ઘટનાની મોડેથી જાણ થતાં પોલીસ પણ મોડી પહોંચી હતી અને રાતે બે ક્રેઇનને માટી હટાવવાના કામે લગાડવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter