અમદાવાદ: સિવિલ સહિત કુલ ૨૧ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલના ટ્રોમા સેન્ટરમાં પણ બે બ્લાસ્ટ થયા હતા. રવિવારે આ બોમ્બ બ્લાસ્ટની ૧૨મી વરસી નિમિત્તે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બોમ્બ બ્લાસ્ટના શહીદો અને કારગિલ યોદ્ધાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.પી.મોદી, ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યૂટી ડો. એમ. એમ. પ્રભાકર, સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાા હતા.