• નિષ્ણાત-1: વોઈસ રેકોર્ડર બતાવે છે કે તે પાઇલટની ભૂલ નથી - AI-171ના પ્રારંભિક અહેવાલથી સ્પષ્ટ થાય છે કે ટેક ઓફ દરમિયાન અચાનક ઇંધણ પુરવઠો બંધ થઈ ગયો હતો. વોઇસ રેકોર્ડર બતાવે છે કે પાઇલટ કે કો-પાઇલટે સ્વીચ બંધ કરી ન હતી. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ થાય છે કે આ ફ્યુઅલ કટ વિમાનની કોઈ આંતરિક તકનીકી ખામીને કારણે થયું હતું.
- સનત કૌલ, ભૂતપૂર્વ સભ્ય, સિવિલ એવિએશન સિક્યુરિટી કાઉન્સિલ, ભારત સરકાર
• • •
• નિષ્ણાત-2ઃ માનસિક પાસું પણ તપાસો - મેં નવ એરલાઇન્સ ચલાવી છે. પરંતુ મેં ક્યારેય સાંભળ્યું નથી કે પાઇલટ પોતે ટેકઓફ દરમિયાન ઇંધણ પુરવઠો કાપી નાખે છે. તેથી, પાઇલટ્સના વ્યક્તિગત અથવા માનસિક પાસાં પર પણ ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે. તે ફક્ત સિસ્ટમની નિષ્ફળતા ન હોઈ શકે. - નીલ હેન્સફોર્ડ, એવિએશન કન્સલ્ટન્ટ, ઓસ્ટ્રેલિયા
• • •
• નિષ્ણાત--3: બોઇંગ 787 ઓપરેટરોએ તાત્કાલિક સાવચેત રહેવું જોઈએ - ટેકઓફ પછી તરત જ ફ્યુઅલ કટઓફ સ્વિચનું સ્વચાલિત બંધ થવું એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. બોઇંગ 787 ઓપરેટરોએ હવે આખી સિસ્ટમની ફરી સમીક્ષા કરવી જોઈએ. આ કોઈ સામાન્ય કે નિયમિત ખામી નથી. પાઇલટ્સની ભૂમિકા શંકાસ્પદ લાગતી નથી, પરંતુ તે ડિઝાઇન અથવા લોજિક નિષ્ફળતાનો કેસ હોઈ શકે છે. - માર્ક ડી માર્ટિન, એવિએશન સેફ્ટી એક્સપર્ટ, ભારત
• • •
• નિષ્ણાત-4: રિપોર્ટમાં ઘણા અનુતરિત પ્રશ્નો છે - આ સ્વીચો 'ગાર્ડેડ' હોય છે - એટલે કે, તે ભૂલથી પડી જાય તેવું હોતું નથી. તેને પહેલા ખેંચવી પડે છે. પછી ખસેડવી પડે છે. આવી ડિઝાઇન એરબસમાં પણ છે. જો કોઈ પાઇલટ તેમને ખસેડે છે, તો તેને ‘ભૂલ’ ગણી શકાય નહીં.
- મેલિસા ચેન, આંતરરાષ્ટ્રીય કોમેન્ટેટર અને એવિએશન સેફ્ટી એક્સપર્ટ (યુએસએ)