સી. કે. પટેલ વિશ્વ ગુજરાતી સમાજના બિનહરીફ પ્રમુખ બન્યા

Tuesday 11th February 2020 05:33 EST
 

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદે સી. કે. પટેલને બિનહરીફ પ્રમુખ તરીકે વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારીઓ ડો. પ્રફુલ્લ ઠાકર, અબ્રારઅલી સૈયદ દ્વારા તાજેતરમાં ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ૮મી ફેબ્રુઆરીએ યોજવામાં આવેલી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદની ચૂંટણીમાં સી. કે. પટેલ સિવાય અન્ય કોઈ પણ સભ્યની ઉમેદવારી ન આવતાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે સી. કે. પટેલને બિનહરીફ પ્રમુખ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
ડો. પ્રફુલ્લ ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૬ વર્ષ સુધી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે કૃષ્ણકાંતભાઈ વખારિયાએ સેવા આપી છે અને આ વખતની વિશ્વ ગુજરાતી સમાજની પ્રમુખપદની ચૂંટણીમાં છેલ્લા ૨૬ વર્ષના ગાળા પછી પ્રમુખ તરીકે નવો ચહેરો ચૂંટાઈ આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter