એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે ક્યારેય સમાધાન નથી કરતું. 2014 પછી દેશે એકવાર ફરી તેમની (સરદાર સાહેબની) પ્રેરણાથી ભરેલી લોખંડી તાકાતને જોઇ. આજે કાશ્મીર આર્ટિકલ 370ની જંજીરને તોડીને પૂરી રીતે દેશ સાથે જોડાઇ ગયું છે. આજે પાકિસ્તાન અને આતંકના આકાઓને ખબર પડી ગઇ કે ભારતની અસલી તાકાત શું છે. ઓપરેશન સિંદૂરમાં આખી દુનિયાએ જોઇ લીધુ કે આજે ભારત સામે કોઇ આંખ ઊંચી કરીને જુએ તો ભારત ઘરમાં ઘૂસીને મારે છે. (વિશેષ અહેવાલઃ પાન 4-16-17-24)


