ગાંધીનગરઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ફોન પર ગેંગસ્ટર રવિ પૂજારાના નામેથી મળતી સતત ધમકીને કારણે નવમીએ મેવાણીએ અમદાવાદના પોલીસ કમિશ્નર એ. કે. સિંગ સાથે મુલાકાત કરીને પોતાની સુરક્ષા વધારવાની માગ કરી હતી. કમિશ્નર સાથે એક કલાકની ચર્ચા બાદ મેવાણીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નરે સંતોષકારક જવાબ આપ્યો છે, પરંતુ મને રાજ્ય સરકાર ભરોસો નથી કે તે મારી સુરક્ષામાં વધારો કરશે.
મેવાણીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે મને સતત ત્રણ દિવસથી ધમકી મળી હોવા છતાં રાજ્ય સરકારે કોઇ પગલાં લીધાં નથી. જ્યારે હું રાજ્સ્થાન હતો ત્યારે રાજ્ય સરકાર જે તે વિસ્તાર અથવા તો જિલ્લાના પોલીસ અધિકારીને જાણ કરીને સુરક્ષામાં વધારો કરી શકી હોત, પરંતુ સુરક્ષામાં વધારો ના કર્યો જેથી હવે રાજ્ય સરકાર પર સુરક્ષા બાબતે કોઇ ભરોસો નહી હોવાનુ મેવાણીએ જણાવ્યું હતું. જ્યારે સંઘ અને ભાજપ વિરુધ્ધ વૈચારિક સંઘર્ષ હોવાથી રાજ્ય સરકાર
અને કેન્દ્ર સરકાર સુરક્ષા વધારતી નથી.


