સુરત એરપોર્ટના વિસ્તરણ માટે રૂ. ૩૫૩ કરોડ મંજૂર

Wednesday 19th September 2018 07:09 EDT
 

સુરતઃ સુરત એરપોર્ટ ડાયરેક્ટ દ્વારા મોકલાયેલા સુરત એરપોર્ટના વિસ્તરણ માટે ૩ મહત્ત્વના પ્રોજેક્ટના રૂ. ૩૫૩.૨૫ કરોડના એસ્ટિમેટને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. સુરતના એરપોર્ટ ડાયરેક્ટર સંજયા પાણીગ્રહીએ સુરત એરપોર્ટના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી. પાણીગ્રહીએ કહ્યું હતું કે, આ અગાઉ એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ ઓથોરીટીએ સુરત એરપોર્ટના હયાત ટર્મિનલ બિલ્ડિંગના મોડીફિકેશન માટે રૂ. પાંચ કરોડનું બજેટ અલગથી મંજૂર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે રૂ. ૩૫૩.૨૫ કરોડના ખર્ચે હયાત ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ, વિમાનો માટે પાર્કિંગ બેઈઝ અને પેરેલલ ટેક્ષી વેનું નિર્માણ કરાશે. રૂ. ૫.૫ કરોડના ખર્ચે હયાત ટર્મિનલ બિલ્ડિંગનું મોડીફિકેશન વર્ક પ્રગતિમાં છે.
પાર્કિંગની કેપેસિટી પાંચથી વધીને ૧૫ વિમાનની
ઈન્ટરનેશનલ એરપોર્ટને અનુરૂપ એરપોર્ટ પર માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પર અત્યારે પાંચ વિમાન પાર્કિંગ કરવાની ક્ષમતા છે. પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે વિમાન પાર્કિંગ સહિત ત્રણ પ્રોજેક્ટ વિમાન પાર્કિંગની કેપેસીટી વધીને ૧૫ વિમાનની થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter