સુરતઃ મગનભાઈ જાધવભાઈ વસોયા અને સુરેસભાઈ છેલ્લાં ત્રણેક વર્ષથી ગોપીપુરામાં હીરાની ઓફિસ ધરાવે છે. અગાઉથી નક્કી થયા મુજબ રરમીની સાંજે મુંબઈની એક પાર્ટી હીરાનો સોદો કરવા આવવાની હતી. સુરેશભાઈ પણ મુંબઈના વેપારી પ્રકાશભાઈના માણસ સાથે ઓફિસે આવ્યા હતા. સોદો ફાઈનલ થયા બાદ સુરેશભાઈ સાથે આવેલો માણસ શેઠ પ્રકાશભાઈને ફોન કરવા બહાર નીકળ્યો હતો. બીજી બાજુ સુરેશભાઈ પણ બહાર આવ્યા હતા. એ સમયે બે અજાણ્યા ઇસમો મગનભાઈની આંખમાં સ્પ્રે છાંટી જોવા મૂકેલા ૫૩ લાખથી વધુની કિંમતના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

