સુરાજ્યનો આધાર કાયદાના શાસન પર છે: મોદી

Monday 08th February 2021 13:51 EST
 
 

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટના હીરક મહોત્સવની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સથી ઓનલાઈન ઉપસ્થિત રહેલા વડા પ્રધાન મોદીએ ખાસ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. મોદીએ સંબોધન કર્યું હતું કે, હાઈ કોર્ટ અને વકીલ સંઘે ૬૦ વર્ષના સમયગાળામાં ન્યાય વ્યવસ્થા અને ભારતીય લોકશાહીને મજબૂત બનાવી છે.. આ માટે તેમણે કાયદાકીય સમજણ, વિદ્વત્તા અને બૌદ્ધિકતાથી તેમની અલગ ઓળખ ઊભી કરી છે.

બંધારણના મૂલ્યોને જીવંત રાખવા ન્યાયતંત્રે ઉમદા કામગીરી કરી છે. ન્યાયતંત્રે સકારાત્મક અને રચનાત્મક રીતે ભારતીય બંધારણનું અર્થઘટન કરીને એને સતત મજબૂત કર્યું છે. ન્યાયતંત્રે નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના ક્ષેત્રોમાં એની ભૂમિકા ભજવીને કાયદાના શાસનને સ્થાપિત કરવા અને એને જાળવવાની કામગીરી પણ કરી છે. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ સૌથી વધુ લોકપ્રિય અને દૂરદર્શિતા ધરાવતા નેતા છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, હાઈ કોર્ટના ચિફ જસ્ટિસ વિક્રમનાથ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter