અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં કાર્યરત હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓફિસ, બાથરૂમ, સંડાસની સફાઈ માટે જે સમાજમાં અનામતની વ્યવસ્થા નથી તેવા સમાજના શિક્ષિત સવર્ણોની જરૂર છે. તેવી જાહેરાત ગત મે મહિનામાં આપવામાં આવી હતી. આ જાહેરાતના પગલે તાજેતરમાં મોટો વિવાદ સર્જાઈ ગયો છે.
જાહેરાતના વિરોધમાં ૨૨મી જૂને કેટલાક સમુદાયના લોકો આ સંસ્થા સંકુલમાં ધસી ગયા હતા. આ ટોળાએ બારીના કાચ ફોડ્યા હતા તથા કૂંડા તોડ્યા હતા. લોકોના વિરોધના પગલે એચઆરડીસીના સેક્રેટરીએ માફી માગી હતી. સવર્ણ સમાજની લાગણી દુભાવવા બદલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

