અમદાવાદઃ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે રાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ ડો. હસમુખ અઢિયાની નિમણૂક કરી છે. નિયુક્તિનો સત્તાવાર મેઇલ યુનિવર્સિટીને મળ્યો છે. ટૂંક સમયમાં અઢિયા ચાર્જ સંભાળશે. અઢિયાને બેન્ક ઓફ બરોડાના ચેરમેન ઉપરાંત સેન્ટ્રલ યુનિ.ના ચાન્સેલર બનાવાયા છે. સેન્ટ્રલ યુનિ. ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે પ્રો. વાય. કે. અલઘની પાંચ વર્ષની ટર્મ ૨૦૧૮ની સાલમાં પૂરી થઈ હતી, પરંતુ જ્યાં સુધી નવા ચાન્સેલર નિયુક્ત થાય નહીં ત્યા સુધી તેમણે ચાર્જ સંભાળવાનો હતો. હવે આ પદે ડો. હસમુખ અઢિયાની નિમણૂક થઈ ગઈ છે.

