સેવા એ જ સજાઃ ગોધરાકાંડના ૬ આરોપીને મંદિરમાં સફાઇકામ સોંપાયું

Wednesday 19th February 2020 05:12 EST
 
 

ગોધરા: વર્ષ ૨૦૦૨માં ગોધરકાંડ બાદ આણંદ જિલ્લામાં થયેલા તોફાનોમાં ૧૫ આરોપીઓને સુપ્રીમ કોર્ટે સશરતી જામીન આપ્યા છે. શરત એ છે કે તમામ આરોપીઓએ ઈંદોર અને જબલપુરમાં મંદિરમાં સફાઈકામ અને હોસ્પિટલમાં સેવા કરવાની રહેશે. કોર્ટના હુકમ પછી ૬ આરોપીઓ તાજેતરમાં ઈંદોર પહોંચ્યા હતાં અને ખંડવા રોડ સ્થિત એક મંદિરમાં રોકાયા હતા. આ લોકોએ મંદિરની સફાઈ કરી હતી અને બૂટ ચંપલને વ્યવસ્થિત મૂકવા જેવા કામ કર્યાં હતાં. મધ્ય પ્રદેશની ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસિઝ ઓથોરિટીએ જણાવ્યું છે કે, ૬ આરોપીઓને આગળ ઉપર એમવાયવાય હોસ્પિટલ અથવા અન્ય કોઈ સરકારી હોસ્પિટલમાં સેવા આપવા મોકલવાનું નક્કી કરાયું છે.
ખંડવાના મંદિરના લિગલ ઓફિસર સુભાષ ચૌધરીના જણાવ્યા અનુસાર, આરોપીઓ ૧૧મીએ સાંજે ખંડવા રોડ સ્થિત મંદિરમાં આવ્યા હતા. શરત મુજબ બધા આરોપીઓએ મંદિરમાં સફાઈ કરી હતી. ત્યારબાદ રાત્રે મંદિર પરિસરને પાણીથી ધોયું હતું. મંદિરમાં જેટલા પણ લોકો ભોજન કરે છે તેમના વાસણ પણ ધોયા હતા. ગોધરા કાંડ બાદ આણંદ જિલ્લા ઓડમાં તોફાનો થયા હતા. આ ૬ લોકોને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારાઈ હતી. આઠ વર્ષથી તમામ આરોપીઓ જેલમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter