વેરાવળઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને દિલ્હીમાં ૧૦મીએ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક હતી. બેઠક પછી ટ્રસ્ટ દ્વારા વધારાના છ કિલો સોનું વડા પ્રધાન સુવર્ણ યોજનામાં મૂકવાનો નિર્ણય કર્યો હોવાની મોદીએ ટ્વીટ કરી હતી. બેઠકમાં અન્ય ટ્રસ્ટીઓ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નિવેટિયાજી, જે ડી પરમાર અને સેક્રેટરી પી કે લહેરી હાજર હતા. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન હતા. બેઠકમાં આવક-જાવક હિસાબો અને નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરાયું હતું. સોશિયલ મીડિયા દ્વારા રૂ. વીસ લાખથી વધુ ભાવિકો સોમનાથ સાથે જોડાયા હોવાના અહેવાલથી મોદી પ્રભાવિત થયા હતા. બેઠકમાં યાત્રિકો દરિયાનો લહાવો લે તે માટેના પ્રોજેક્ટની વિચારણા કરાઈ હતી.
ગુજરાતી સાંસદોનું રોકાણ નહીં
મોદીની મહત્ત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં માત્ર ૧૦૫ ડિપોઝિટર જ બન્યા છે અને કુલ ૨૮૯૦ કિલો જેટલું સોનું જ ભેગું થયું છે. ભારતના લોકો પાસે કુલ મળીને આશરે ૨,૨૩,૫૩૦૩૧ કિલો જેટલું સોનું છે. દેશની વાત તો બરાબર છે, પણ ગુજરાતના જ એકેય ભાજપી સાંસદે યોજનામાં રોકાણ કર્યું નથી.


