નવી દિલ્હીઃ ગુજરાતના પ્રવાસન માટે પ્રખ્યાત સોમનાથ અને ધોળાવીરા સહિતના સમગ્ર ભારતનાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો જેવાં કે તાજમહલ, કુતુબમિનાર તેમજ અન્ય ૧૬ સ્થળોને ‘આઇકોનિક’ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે. તેમ સરકારે ૧૨મી માર્ચે પાર્લામેન્ટને જણાવ્યું હતું.
પ્રવાસન પ્રધાન કે. જે. અલ્ફોન્સે જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯માં આ પ્રોજેક્ટ માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. મંત્રાલયની સ્વચ્છ દર્શન યોજના હેઠળ આ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
‘આઇકોનિક’ ડેસ્ટિનેશન પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સરકાર માળખાગત અને સ્કિલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ વગેરેમાં એક્સપર્ટની સલાહથી કાર્ય કરશે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને માર્કેટિંગનો પણ સહારો લેશે તેમ કે. જે. અલ્ફોન્સે વધુમાં જણાવ્યું હતું.


