સોલા સિવિલના RMO અને મેડિકલ ઓફિસર ૮ લાખની લાંચ લેતાં પકડાયા

Tuesday 03rd November 2020 11:48 EST
 

અમદાવાદ: કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલના ડોકટરો સહિતના સ્ટાફને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રાકટરનું રૂ. ૧.૧૮ કરોડનું બિલ પાસ કરવા સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરોને ૨૯મી ઓક્ટોબરે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ તેમની ચેમ્બરમાં જ રૂ. આઠ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હોવાના અહેવાલ છે.

ઇન્ચાર્જ આરએમઓ ડો. ઉપેન્દ્ર પટેલ અને મેડિકલ ઓફ્સિર ડો. શૈલેષ પટેલ દ્વારા રૂ. ૧૬ લાખની માગ કરાઈ હતી. આરોપીઓએ ૧૬ ટકાના કમિશન પેટે રૂ. ૧૬ લાખ માગ્યા હોવાનું ખૂલ્યું છે. તેમાંથી બે તબક્કે કેન્ટિન સંચાલકે રૂ. ૧૦ લાખ આપી દીધા હતા જ્યારે બાકીની રૂ. ૮ લાખની લાંચ લેતા બંનેને એસીબીની ટીમે પકડી પાડયા હતા. એસીબીની ટીમે ૮ લાખ રિકવર કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter