ગાંધીનગરઃ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા આસારામ જોધપુર જેલમાં છે. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલા તેમના યૌન શોષણ કેસ પ્રકરણ ચાર્જ ફ્રેમ કરવા માટે ઘણા સમયથી તારીખો પડે છે. આસારામને જોધપુર જેલ સુપ્રિટેન્ડેન્ટ ગાંધીનગર લાવતા ન હોવાથી ચાર્જફ્રેમ થઈ શકતી નથી. આસારામ સામે કરાયેલા આરોપો તેમને મંજૂર છે કે ના મંજૂર તે અંતર્ગત આરોપી આસારામનું નિવેદન લેવા માટે વીડિયો કોન્ફરન્સ કરવા વિચારણા ૩૦મી જાન્યુઆરીએ હાથ ધરાઈ હતી અને આખરે સોશિયલ મીડિયા ‘સ્કાય-પી’ (વીડિયો કોલિંગનું સોફ્ટવેર)ના માધ્યમથી આસારામનું નિવેદન લેવાનો નિર્ણય લેવાયો છે.
૩૦મી જાન્યુઆરી ગાંધીનગર કોર્ટમાં આસારામના વકીલે આ પ્રક્રિયા માટે તારીખ માંગતા ૧૦મી ફેબ્રુઆરીએ આ પ્રકારે નિવેદન નોંધવા તારીખ આપી છે. જોધપુર જેલમાં બેઠા બેઠા આસારામ ‘સ્કાય-પી’ મારફતે આસારામ ૧૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગર કોર્ટ સમક્ષ નિવેદન આપશે અને ત્યારબાદ ચાર્જફ્રેમ થશે.


