અમદાવાદ: ગુજરાત પોલીસના ભારે ચર્ચાસ્પદ બનેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હવે મુંબઈની સ્પેશ્યલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કોર્ટે વધુ એક પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીનને કેસમાંથી છૂટા કરી દીધા છે. જજ એમ બી ગોસ્વામીએ ડો અમીન સામે પૂરતા પુરાવા નહીં હોવાનું અવલોકન ટાંકીને તેમને કેસમાંથી મુક્ત કર્યા હતા. હાલમાં ડો. અમીન મહીસાગર જિલ્લાના પોલીસવડા તરીકે કાર્યરત છે.
સોહરાબ કેસમાં તેમની સામે એન્કાઉન્ટરના કાવતરામાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ કેસમાંથી રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ અને તત્કાલીન આઇપીએસ અભય ચુડાસમાને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


