મુંબઈઃ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈ કોર્ટે ગુજરાત એટીએસના પૂર્વ વડા અને રાજસ્થાન તથા ગુજરાતના ૪ અન્ય પોલીસ અધિકારીઓને મુક્ત કરવાના ટ્રાયલ કોર્ટના ચુકાદા પર મહોર મારી દીધી છે. જસ્ટિસ એ. એમ. બદરે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારની ૫ અરજી ફગાવી હતી. કોર્ટે કહ્યું કે આમાં કોઈ મેરિટ નથી. પુરાવા અને નક્કર સામગ્રીના અભાવે ટ્રાયલ કોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો છે.
સીબીઆઇએ ૩૮ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી ૧૫નો પુરાવાના અભાવે છૂટકારો થયો છે. જુલાઈ ૨૦૧૦માં આ કેસમાં સીબીઆઇએ એન્કાઉન્ટર સમયે ગૃહ પ્રધાન રહેલા અમિત શાહની ધરપકડ કરી હતી. ઓક્ટોબરમાં તેમને હાઇ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ડિસેમ્બર ૨૦૧૪માં સીબીઆઇ કોર્ટે આ કેસમાંથી અમિત શાહને મુક્ત કર્યા હતા.

