અમદાવાદ: પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી જંગમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ પણ પૂરજોશથી ઝૂકાવ્યું હોવાથી તમામ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામવાનું નક્કી છે. જ્યારે નર્મદા જિલ્લામાં તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ની મજબૂત હાજરીના લીધે ચતુષ્કોણીય જંગ યોજાશે.
ભાજપે પ્રથમ તબક્કે 182 બેઠકમાંથી 160 બેઠકના ઉમેદવારો જાહેર કરતાં જ ઘણી બેઠક પરના ઉમેદવારો સામે અસંતોષનો જ્વાળા ભભૂકવા માંડી છે. જેની ભાજપ હાઇ કમાન્ડને અપેક્ષા તો હતી જ પણ આ વખતે અસંતોષ એટલો તીવ્ર છે કે ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમની પણ કાબુ બહાર માહોલ જતો રહ્યો છે. આથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીથી તાબડતોબ ગુજરાત પહોંચવું પડ્યું છે.
ગત 2012ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી ભાજપને 61 બેઠક મળી હતી જે 2017માં ઘટીને માત્ર 47 બેઠક થઇ હતી. અર્થાત્ 2012 કરતાં 2017માં 14 બેઠક ઓછી મળી હતી. જેમાં 2012માં ભાજપને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 33 જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી 29 બેઠક મળી હતી. 2017માં ભાજપને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 23 બેઠક અને દક્ષિણ ગુજરાતમાંથી 24 બેઠક મળી હતી. જેને લઈને ગત 2017ની ચૂંટણીમાં ભાજપને કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો. જો દક્ષિણ ગુજરાતનો ગઢ ન સચવાયો હોત તો કદાચ આખેઆખી ચૂંટણીના પરિણામો જ જુદા હોત.
આ વખતે ભાજપના ઉમદેવારો સામેના અસંતોષની ભીતરમાં એવી દલીલ થઈ રહી છે કે, સિનિયરોને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલાઓને ટિકિટ આપવાનું જે અભિયાન આદર્યું છે તેની સામ ભાજપના સ્થાનિક તંત્ર દ્વારા બંડ પોકારવામાં આવ્યું છે. ભાજપ એક બાજુ તેની વિચારધારાને આગળ ધરે છે તો બીજી બાજુ કોંગ્રેસીઓને ભાજપમાં લાવીને તેને પદ આપવામાં કોઈ છોછ નડતો નથી.
ભાજપે જે સિનિયરોને ટિકિટ આપી નથી તેમણે ભલે યાદી જાહેર થતાં પહેલાં જ પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેવી જાહેરાતો કરી હોય, પણ સમર્થકોની નારાજગીના નામે રોષ - આક્રોશ પ્રદર્શિત થઇ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાતોરાત ભાજપમાં જોડાયા હોય તેમને ભાજપમાં આગમન સાથે જ ટિકિટ આપતા તેમની સામે પણ મોરચા મંડાયા છે.
એવું મનાય છે કે, ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ આ અસંતોષને ખાળવામાં સફળ થઈ છે એમ સમજીને ચૂંટણી પ્રચારમાં આગળ વધશે તો પણ મતદાનના નજીકના દિવસોમાં આ નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ હવે પોતાનું રાજકારણ પૂરું થઈ જશે તેવી આશંકાએ ભાજપના ઉમેદવારને મદદ કરવાના બદલે નુકસાન થાય તેવી રાજરમત શરૂ કરે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
બેઠક) ભાજપ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર ‘આપ’ ઉમેદવાર
અબડાસા) પ્રદ્યુમન જાડેજા - મામદભાઈ જાટ - વસંત ખેતાણી
માંડવી) - અનિરુદ્ધ દવે - રાજેન્દ્ર જાડેજા - કૈલાશ ગઢવી
ભુજ) કેશુભાઈ પટેલ અરજણ ભૂડિયા રાજેશ પંડોરીયા
અંજાર) ત્રિકમભાઈ છાંગા રમેશ ડાંગર અરજણ રબારી
ગાંધીગામ-SC) માલતીબેન મહેશ્વરી ભરત સોલંકી બીટી મહેશ્વરી
રાપર) વિરેન્દ્રસિંહ જાડેજા બચુ અરેથિયા અંબાભાઈ પટેલ
દસાડા-SC) પરષોત્તમભાઈ પરમાર નૌશાદ સોલંકી અરવિંદ સોલંકી
લિંબડી) કિરીટસિંહ રાણા કલ્પના મકવાણા મયુર સાકરીયા
વઢવાણ) જગદીશ મકવાણા તરુણ ગઢવી હિતેશ પટેલ
ચોટીલા) શામજી ચૌહાણ ઋત્વિક મકવાણા રાજુ કરપડા
ધ્રાંગધ્રા) પ્રકાશ વરમોરા છત્તરસિંહ ગુંજારિયા વાગજી પટેલ
મોરબી) કાંતિ અમૃતિયા જ્યંતી પટેલ પંકજ રાણસરીયા
ટંકારા) દુર્લભજી દેથરિયા લલિત કગથરા સંજય ભટાસણા
વાંકાનેર) જિતેન્દ્ર સોમાણી મોહમ્મદ જાવેદ પીરઝાદા વિક્રમ સોરાણી
રાજકોટ-પૂર્વ) ઉદય કાનગડ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાહુલ ભુવા
રાજકોટ-પશ્ચિમ) ડો. દર્શિતા શાહ મનસુખ કાલરિયા દિનેશ જોષી
રાજકોટ-દક્ષિણ) રમેશ ટીલાળા હિતેશ વોરા શિવલાલ બારસિયા
રાજકોટ-ગ્રામીણSC) ભાનુબેન બાબરિયા સુરેશભાઈ ભથવાર વશરામ સાગઠિયા
જસદણ) કુંવરજી બાવળિયા ભોળાભાઈ ગોહિલ તેજસ ગાજીપરા
ગોંડલ) ગીતાબા જાડેજા યતીશ દેસાઈ નિમિષા ખુંટ
જેતપુર) જયેશ રાદડિયા દિપક વેકરિયા રોહિત ભુવા
ધોરાજી) મહેન્દ્ર પાડલિયા લલિત વસોયા વિપુલ સખીયા
કાલાવડ-SC) મેઘજી ચાવડા પ્રવિણ મુછડીયા ડૉ. જીજ્ઞેશ સોલંકી
જામનગર-ગ્રામીણ) રાઘવજી પટેલ જીવણ કુંભારિયા પ્રકાશ દોંગા
જામનગર-ઉત્તર) રિવાબા જાડેજા બિપેન્દ્રસિંહ જાડેજા કરસનભાઈ કરમુર
જામનગર-દક્ષિણ) દિવ્યેશ અકબરી મનોજ કથીરિયા વિશાલ ત્યાગી
જામજોધપુર) ચિમન સાપરિયા ચિરાગ કાલરિયા હેમંત ખાવા
ખંભાળિયા) મૂળુ બેરા વિક્રમ માડમ ઈસુદાન ગઢવી
દ્વારકા) પબુભા માણેક માળુભાઇ કંડોરિયા લખમણભાઈ નકુમ
પોરબંદર) બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયા જીવન જુંગી
કુતિયાણા) ઢેલિબેન ઓડેદરા નાથાભાઈ ઓડેદરા ભીમાભાઈ મકવાણા
માણાવદર) જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરસનબાપુ ભાદરકા
જૂનાગઢ) સંજય કોરડિયા ભીખાભાઈ જોષી ચેતન ગજેરા
વિસાવદર) હર્ષદભાઈ રિબડીયા કરસન વાડદોરીયા ભુપત ભાયાણી
કેશોદ) દેવાભાઈ માલમ હીરાભાઈ જોટાવા રામજી ચુડાસમા
માંગરોળ) ભગવાનજી કરગઠિયા બાબુભાઈ વાજા પિયુષ પરમાર
સોમનાથ) માનસિંહ પરમાર વિમલ ચુડાસમા જગમાલ વાળા
તલાલા) ભગવાન બારડ માનસિંહ ડોડિયા દેવેન્દ્ર સોલંકી
કોડિનાર-SC) ડો. પ્રદ્યુમ્ન વાજા મહેશ મકવાણા વાલજી મકવાણા
ઉના) કાળુભાઈ રાઠોડ પુંજાભાઈ વંશ સેજલબેન ખૂંટ
ધારી) જયસુખભાઈ કાકડિયા ડો. કિર્તિ બોરીસાગર કાંતિભાઈ સતાસીયા
અમરેલી) કૌશિકભાઈ વેકરિયા પરેશ ધાનાણી રવિ ધાનાણી
લાઠી) જનકભાઈ તલાવીયા વિરજીભાઈ ઠુમ્મર જયસુખ દેત્રોજા
સાવરકુંડલા) મહેશભાઇ કસવાળા પ્રતાપ દુધાત ભરત નાકરાણી
રાજુલા) હીરાભાઈ સોલંકી અંબરીશ ડેર ભરત બલદાણીયા
મહુવા) શિવાભાઈ ગોહિલ કનુભાઈ કળસરિયા અશોક જોલિયા
તળાજા) ગૌતમભાઈ ચૌહાણ કનુભાઈ બારૈયા લાલુબેન ચૌહાણ
ગારિયાધાર) કેશુભાઈ નાકરાણી દિવ્યેશ ચાવડા સુધીર વાઘાણી
પાલીતાણા) ભીખાભાઈ બારૈયા રાઠોડ જીણાભાઈ ડૉ. ઝેડ.પી. ખેની
ભાવનગર-ગ્રામીણ) પરષોત્તમ સોલંકી રેવતસિંહ ગોહિલ ખુમાનસિંહ ગોહિલ
ભાવનગર-પૂર્વ) સેજલ પંડ્યા બળદેવ સોલંકી હમીર રાઠોડ
ભાવનગર-પશ્ચિમ) જિતુ વાઘાણી કિશોરસિંહ કુંભાજી ગોહિલ રાજુ સોલંકી
ગઢડા-SC) શંભૂપ્રસાદજી ટુંડિયા જગદીશભાઈ ચાવડા રમેશ પરમાર
બોટાદ) ઘનશ્યામભાઈ વિરાણી મનહર પટેલ ઉમેશ મકવાણા
નાંદોદ-ST) ડો. દર્શના દેશમુખ (વસાવા) હરેશ વસાવા પ્રફુલ વસાવા
ડેડિયાપાડા-ST) હિતેશ વસાવા જેરમાબેન વસાવા ચૈતર વસાવા
જંબુસર) દેવકિશોરદાસજી સાધુ સંજય સોલંકી સાજીદ રેહાન
વાગરા) અરુણસિંહ રાણા સુલેમાનભાઈ પટેલ જયરાજ સિંહ
ઝઘડિયા-ST) રિતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલા ભગત
ભરૂચ) રમેશ મિસ્ત્રી જયકાંતભાઇ બી પટેલ મનહર પરમાર
અંકલેશ્વર) ઈશ્વરસિંહ પટેલ વિજયસિંહ પટેલ અંકુર પટેલ
ઓલપાડ) મુકેશભાઈ પટેલ દર્શનકુમાર નાયક ધાર્મિક માલવિયા
માંગરોળ-ST) ગણપત વસાવા અનિલભાઈ ચૌધરી સ્નેહલ વસાવા
માંડવી (ST) કુવરજી હળપતિ આનંદભાઈ ચૌધરી સાયનાબેન ગામીત
કામરેજ) પ્રફુલ્લ પાનસેરિયા નિલેશકુમાર કુંભાણી રામ ધડુક
સુરત-પૂર્વ) અરવિંદ રાણા અસલમ સાયકલવાલા કંચન જરીવાલા
સુરત-ઉત્તર કાંતિભાઈ બલ્લર અશોકભાઈ વી પટેલ મહેન્દ્ર નાવડિયા
વરાછા રોડ) કિશોર કાનાણી પ્રફુલભાઈ તોગડિયા અલ્પેશ કથિરીયા
કારંજ) પ્રવીણ ઘોઘારી ભારતી પ્રકાશ પટેલ મનોજ સોરઠિયા
લિંબાયત) સંગીતા પાટિલ ગોપાલભાઈ પાટીલ પંકજ તાયડે
ઉધના) મનુભાઈ પટેલ ધનસુખ બી રાજપૂત મહેન્દ્ર પાટીલ
મજૂરા) હર્ષ સંઘવી બળવંત જૈન પી.વી.એસ.શર્મા
કતારગામ) વિનોદ મોરડિયા કલ્પેશ વારિયા ગોપાલ ઇટાલિયા
સુરત-પશ્ચિમ) પૂર્ણેશકુમાર મોદી સંજય પટવા મોક્ષેશ સંઘવી
ચોર્યાસી) સંદીપ દેસાઈ કાંતિલાલભાઈ પટેલ પ્રકાશ કોન્ટ્રાક્ટર
બારડોલી-SC) ઈશ્વરભાઈ પરમાર પન્નાબેન પટેલ રાજેન્દ્ર સોલંકી
મહુવા-ST) મોહનભાઈ ઢોડિયા હેમાંગિની ગરાસીયા કુંજન પટેલ ધોડિયા
વ્યારા-ST) મોહનભાઈ કોકણી પુનાભાઈ ગામીત બિપીન ચૌધરી
નિઝર-ST) ડૉ.જયરામ ગામીત સુનિલભાઈ ગામીત અરવિંદ ગામીત
ડાંગ-ST) વિજયભાઈ પટેલ મુકેશ પટેલ સુનિલ ગામીત
જલાલપોર) રમેશભાઈ પટેલ રણજીત પંચાલ પ્રદીપકુમાર મિશ્રા
નવસારી) રાકેશ દેસાઈ દીપક બારોટ ઉપેશ પટેલ
ગણદેવી-ST) નરેશભાઈ પટેલ અશોક પટેલ પંકજ એલ.પટેલ
વાંસદા-ST) પીયૂષકુમાર પટેલ અનંતકુમાર પટેલ પંકજ પટેલ
ધરમપુર-ST) અરવિંદભાઈ પટેલ કિશનભાઇ પટેલ કમલેશ પટેલ
વલસાડ) ભરતભાઈ પટેલ કમલકુમાર પટેલ રાજુ મરચા
પારડી) કનુભાઈ દેસાઈ જયશ્રી પટેલ કેતલ પટેલ
કપરાડા-ST) જીતુભાઈ ચૌધરી વસંતભાઈ પટેલ જયેન્દ્ર ગાવિત
ઉમરગામ-ST) રમણલાલ પાટકર નરેશભાઈ વલ્વી અશોક પટેલ


