સૌરાષ્ટ્ર-કચ્છના પાંચેય મુખ્ય પ્રધાન ટર્મ પૂરી કરી શક્યા નથી

Sunday 19th September 2021 05:30 EDT
 
 

રાજકોટઃ ગુજરાતના રાજકારણમાં ભાજપ માટે સૌરાષ્ટ્રના એપી સેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રનું વર્ચસ્વ સ્થપાતું આવ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના નેતાઓની એક્ઝિટ પણ એટલી જ આશ્ચર્યજનક રહી છે. કેશુભાઈને હોદ્દા પરથી ઉતારવામાં આવ્યા બાદ હવે વિજય રુપાણીએ ફરી એક વખત રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઝાટકો આપ્યો છે. ગુજરાતની ગાદી પર સૌરાષ્ટ્રના પાંચ સીએમ આરૂઢ થયા છે. જેમાંથી એક પણ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નથી. રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાએ પહેલી ટર્મ મે ૧૯૬૦માં ગૂજરાતની ધૂરા સંભાળી. ૩ માર્ચ ૧૯૬૨ અને ત્યારથી સપ્ટેમ્બર ૧૯૬૩થ સુધી ૧૨૩૮ દિવસ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું. પાંચ વર્ષની પૂરી ટર્મના ૧૯૨૫ દિવસ થાય. પછી ભાવનગરના બળવંતરાય મહેતા આવ્યા. તે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩થી ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ સુધી માત્ર ૭૩૩ દિવસ મુખ્ય પ્રધાનની ખુરશી પર રહ્યા.
૧૪ માર્ચ ૧૯૯૫માં પ્રથમવાર ભાજપની સરકાર આવી અને વિસાવદરથી ચૂંટાયેલા સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી કેશુભાઈ પટેલને ગુજરાતનું સુકાન સોંપાયું. પાટીદોરના પ્રભાવનું સીધુ પ્રતિબિંબ ભાજપ અને ગુજરાતની સરકારમાં દેખાતું હતું. ગોકુલ ગ્રામથી ગામ ગામ કેસરિયાના નાદ સાથે કેશુભાઈ માત્ર ૨૨૧ દિવસ મુખ્ય પ્રધાનપદે રહ્યા. કચ્છના માંડવીના સુરેશચંદ્ર મહેતા ૨૧ ઓક્ટોબર ૧૯૯૫થી ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ એટલે કે, ૩૩૪ દિવસ મુખ્ય પ્રધાન પદે રહ્યા હતાં, ભાજપ માટે હાઈ વોલ્ટેજ કરન્ટ જેવા ખજૂરાહો પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીએ ભાજપમાં નવા મંથનોને દિશા આપી.
૪ માર્ચ ૧૯૯૮થી લગાતાર ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. ૧૯૯૮માં ગુજરાતના નાથ તરીકે બિરાજમાન થયેલા કેશુભાઈ પટેલ માટે આમ તો આ રિલે રેસ હતી પરંતુ કચ્છના ભૂકંપ પછી ખુબ જ આશ્ચર્યજનક રીતે ૧૩૧૨ દિવસના શાસન બાદ તેમની પાસેથી મુખ્ય પ્રધાનપદ લઈ લેવાયું. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મુખ્યમંત્રીને હટાવવાનો એક બહું જ સરપ્રાઈઝીંગ ટેસ્ટ શિર્ષસ્થ નેતાગીરીએ કર્યો હતો, જે એ સમયે રાજકીય ધરતીકંપ જેવો જ હતો પરંતુ આ જ નિર્ણયથી નરેન્દ્ર મોદીના નામે નેતાગીરીનો એક નવો યુગ પણ શરૂ થયો. આનંદીબેન પટેલના સ્થાને મુખ્ય પ્રધાન પદે વરાયેલા અને એ પછી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને જીત અપાવનાર રુપાણી છેક સુધી અડીખમ ગણાવાતા હતા પરંતુ કાર્યકાળના ૧૫ માસ પહેલા જ પગતળેથી જાજમ સરકી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter