અનિલ અંબાણીની પીપાવાવ કંપની રૂ. ૨૭૦૦ કરોડમાં વેચાઇ ગઇ

Wednesday 29th December 2021 06:02 EST
 
 

નવી દિલ્હી: અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે વેચાઇ ગઇ છે. આ કંપનીની હરાજી પ્રક્રિયામાં ભાગ લઇ રહેલી મુંબઇની હેઝલ મર્કેન્ટાઇલે પોતાની બીડમાં વધારો કરીને રૂ. ૨૭૦૦ કરોડ કરી દીધી છે. જે અગાઉ ૨૪૦૦ કરોડ રૂપિયા હતી. આ સાથે જ હેઝલ મર્કેન્ટાઇલ સૌથી ઊંચી બીડ કરનાર કંપની બની ગઇ છે. આમ હવે ટૂંક સમયમાં કંપનીનો માલિકી હક્ક ટ્રાન્સફર થઇ જશે. આરએનઇએલ સામાન્ય રીતે પીપાવાવ શિપયાર્ડ નામથી જાણીતી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની પર ૧૨,૪૨૯ કરોડ રૂપિયાનું જંગી દેવું છે. સુત્રોએ જણાવ્યું કે નિખિલ મર્ચન્ટ અને તેમની હેઝલ મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડે બીજા રાઉન્ડમાં સૌથી ઊંચી બીડ કરી છે, જે અન્ય કરતાં ઘણી ઊંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter